WEL COME TO PARESH PRAJAPATI BLOG .

A GOOD TEACHER IS A MOBILE UNIVERCITY OF KNOWLEDGE .

PARESH

A NATION DOES NOT GREAT BY SHOUTING SLOGANS .

મંગળવાર, 25 જૂન, 2013

ચાણક્ય ચંદ્રગુપ્ત



                                       



                                       

ચાણક્ય ચંદ્રગુપ્ત




                                      ચાણક્ય ચંદ્રગુપ્ત મૌર્યના મંત્રી તરીકે કામ કરતા હતા તે સમયની આ વાત છે. એકવાર સાંજના સમયે ચાણક્ય પોતાના ઘર પર કોઇ કામ કરી રહ્યા હતા. ચીનનો એક માણસ ભારતના પ્રવાસે આવ્યો હતો અને ચાણક્યના કાર્યની વાતો સાંભળીને તેને મળવા આવ્યો હતો. ચાણક્ય કામમાં ડુબેલા હોવાથી પેલા મુલાકાતીને થોડો સમય રાહ જોવા માટે વિનંતી કરી અને કામ પુરુ કરીને આપણે વાતો કરીએ એમ કહ્યુ અને કામમાં લાગી ગયા.
કામ પુરુ થયુ એટલે ચાણક્યએ દુર બેઠેલા પેલા મુલાકાતીને નજીક બોલાવ્યો અને બંને વાતોએ વળગ્યા. આ સમય દરમ્યાન થોડીવારમાં નોકર એક દિવો લઇને આવ્યો આ બંને વાત કરતા હતા ત્યાં એક બીજો દિવો સળગતો હતો . નોકરે પેલા સળગી રહેલા દિવાની જગ્યાએ નવો લાવેલો દિવો મુક્યો અને પેલા દિવાને ધીમેથી ફુંક મારીને ઓલવી નાખ્યો.
ચીનથી આવેલા મુલાકાતીએ આ જોયુ એટલે એ પુછ્યા વગર ન રહી શક્યો કે આવું કેમ કર્યુ ? એક દિવો પહેલેથી જ અહિંયા સળગતો હતો તો એને ઓલવીને આ નવો દિવો કેમ લાવ્યા ?
ચાણક્યએ હસતા હસતા જવાબ આપ્યો કે ભાઇ તમે જ્યારે મને મળવા માટે આવ્યા ત્યારે હું રાજ્યનું કામ કરતો હતો અને ત્યારે જે દિવો સળગતો હતો એના તેલનો ખર્ચ રાજ્યના ભંડોળમાં પડતો હતો. અત્યારે તમારી સાથે વાત કરું છુ એ રાજ્યનું કોઇ કામ નથી આ મારું અંગત કામ છે અને એટલે હું રાજયનું તેલ મારા અંગત કામ માટે ના બાળી શકું મારા નોકરને સુચના આપેલી છે કે જ્યારે મારું અંગત કામ ચાલતું હોય ત્યારે રાજ્યના ભંડોળમાંથી તેલ માટે ખર્ચ થતો હોઇ તે નહી પણ મારા અંગત પગારમાંથી તેલનો ખર્ચો પડે એવો બીજો દિવો સળગાવવો.
પેલો ચીની મુલાકાતી તો ચાણક્યની સામે જ જોઇ રહ્યો .





ગુરુવાર, 20 જૂન, 2013

સોમવારની સવાર ઉદાસી કે નામ..

સોમવારની સવાર ઉદાસી કે નામ..

                                                                                                                                                સોમવારની સવાર ઉદાસી કે નામ..
જો કે ઘણા બધા માટે તો રવિવારની સાંજ જ ઉદાસી વડે છવાઈ જતી હોય છે કે સાલું કાલે સોમવાર સવારે વહેલું ઊઠીને કામે જવું પડશે. સોમવારની કામ પર જવાની ચિંતા રવિવાર સાંજથી જ ચાલુ થઈ જાય. એ ચિંતામાં તો અમેરિકામાં રવિવાર સાંજે લીકર સ્ટોરો ઉપર દારૂનું વેચાણ પણ ઓછું થઈ જતું હોય છે. આમ સોમવાર મોટાભાગના લોકોને ઉદાસ લાગતો હોય છે. અમેરિકામાં તો વિકએન્ડનું ખૂબ મહત્વ. શુક્રવારથી આપણને મળતા લોકો હૅપી વિકેન્ડની દુવાઓ દેતા થઈ જતા હોય છે. શુક્રવારે બૅન્કમાં જઈને છુટા પડતા રૂપાળી ક્લાર્ક મીઠું મલપતી હૅપી વિકએન્ડ અવશ્ય બોલવાની. સોમવાર જેમ ઉદાસ લાગતો હોય છે તેમ શુક્રવાર ઉત્સાહી લાગતો હોય છે કે ચાલો આજે છેલ્લો દિવસ કાલથી બે દિવસની રજા.
મને એક ભાઈ શુક્રવારે બોલ્યા કે આજે છેલ્લો દિવસ, હું તો ચમકી ગયો. કે શું થયું? મેં પૂછ્યું કાલથી જૉબ નથી આવવાનાં? બીજે જૉબ મળી? તબિયત તો સારી છે ને? હું તો મનમાં ગભરાઈ ગયેલો કે સ્વર્ગમાં જતા એ.સી. બોગીમાં બુકિંગ કરાવી નાખ્યું છે કે શું? કે પછી સદેહે સ્વર્ગમાં લઈ જવાની ગેરંટી આપતા સ્વામી સજીવન થયા કે શું? તો કહે નાં યાર ! આજે શુક્રવાર કામનો છેલ્લો દિવસ ને? અહાહાહા
શુક્રવાર સાંજે અહીં ડોક્ટર્સ ઓફિસો વહેલી બંધ થઈ જતી હોય છે. આપણા ગુજરાતી-ભારતીય ડોક્ટર્સની વાત નથી કરતો. એ લોકો તો શનિ-રવી પણ એમના સેવાકેન્દ્રો ખુલ્લા રાખીને બેસતા હોય છે જેથી પ્રજાને કોઈ તકલીફ ના પડે. શુક્રવાર સાજ અહીં દારૂની દુકાનો ઉપર જબરદસ્ત વકરો થવાની સંભાવના લઈને આવતી હોય છે. અમેરિકન્સ એમાય સ્પેનીશ લોકો ખાસ, શુક્રવાર સાંજથી બીયર પીવાનું શરુ કરી દેતા હોય છે. એમાં ફાયદો ન્યુ જર્સીમાં તો આપણા ભારતીયોને જ છે કારણ? અરે! ન્યુ જર્સીમાં મોટાભાગના લીકર સ્ટોર આપણા ભારતીયોના એમાય ગુજરાતીઓના એમાય પટેલોના છે. હહાહાહાહા
સોમવાર સવારે સ્કૂલમાં જવાનું બાળકોને આકરું પડતું હોય છે કેમકે રવિવારે જલસા કર્યા હોય ને? ગૃહિણીઓને શનિ-રવિ સાસ-વહુની એકતા કપૂરની સીરીયલો જોઇને જે મજા લીધી હોય, મુવી જોયા હોય, ટૅલેન્ટ હન્ટ પ્રોગ્રામની ભરમાર જોઈ હોય તેમને આ સોમવાર ક્યાંથી આવ્યો એવું લાગતું હોય છે.
Sy-Miin Chow of University of Virginia નું રિસર્ચ એવું કહે છે કે સોમવારની ઉદાસી માટે કામ પર જવાની બાબતમાં નકારાત્મક વલણ કારણભૂત નથી, પણ વિકેન્ડમાં જે ઉલ્લાસ અનુભવ્યો હોય છે તે ઓછો થઈ જાય છે તે કારણભૂત છે. મતલબ કામ પર ચડવું પડશે તેની ઉદાસી હોતી નથી પણ જે આનંદ ઉલ્લાસનો પ્રચંડ ભાવાવેશ અનુભવ્યો હોય છે તે ઓછો થઈ જાય છે તેની ઉદાસી સોમવારે આવતી હોય છે. કામચોરોની વાત જુદી છે. કામચોર માટે પ્રત્યેક દિવસની સવાર ઉદાસી લઈને જ ઊગતી હોય છે. શનિ-રવિ મોજ મજા સાથે જોડાયેલા હોય છે. એક જાતનું માઈન્ડ કંડીશનિંગ થઈ જતું હોય છે. સંશોધકોના કહેવા પ્રમાણે આપણા બ્રેઈનમાં ડ્રમ પર પડતી તાલબદ્ધ થાપટોની જેમ ઉલ્લાસ અને ઉદાસીની થાપટો નિયમિત પડતી હોય છે. એ બે થાપટો વચ્ચેનો સમય ગાળો દરેક માનવીનો અલગ અલગ હોય છે. આમ ઉલ્લાસ અને ઉદાસીના તબલાં આપણી અંદર તાલબદ્ધ વાગ્યાં કરતાં હોય છે.
એક અભ્યાસ એવું પણ કહે છે કે સોમવારે આપઘાતનું પ્રમાણ વધુ હોય છે. પણ અમેરિકાનો એક અભ્યાસ એવું પણ જતાવે છે કે અમેરિકામાં બુધવાર આપઘાત કરનારાઓ માટે ફેવરીટ છે. Augustine Kposowa, a sociology professor at the University of California નું કહેવું એવું છે કે જૉબ સ્ટ્રેસ ધીમે ધીમે વધતો બુધવાર જેવા વચ્ચેના દિવસે ટોચ ઉપર એવો પહોચી જાય કે હેન્ડલ કરવો મુશ્કેલ લાગી શકે. ગુરુવારથી તો રાહત થવા લાગતી હોય કે ચાલો હવે કામ કરવા માટે એક શુક્રવાર જ આડો રહ્યો છે પછી તો આરામ જ છે. સંખ્યાબંધ સંશોધન બતાવે છે કે સોમવારે કાર્ડીઓવસ્ક્યુલર રિસ્ક વધી જતું હોય છે. મતલબ સોમવારે હાર્ટઍટેક અને સ્ટ્રોક આવવાની શક્યતા વધુ હોય છે. કામ પર પાછાં ફરવાનું ભારણ ભલભલાંને ઍટેક લાવી દે તેવું હોય છે. પણ જેને કામ કરવામાં રાહત મળતી હોય એવા કામગરા લોકોને વળી સોમવારે હાર્ટએટેકનું જોખમ ઘટી પણ જતું હોય તેવું પણ એક અભ્યાસમાં જણાયું છે. આવી સરખી શક્યતાઓ રિટાયર લોકો માટે પણ હોય રહેતી હોય છે. નિવૃત્તિ ઍટેક લાવી શકે છે અને નિવારી પણ શકે છે. એક અભ્યાસ એવું પણ બતાવે છે કે વીકેન્ડમાં ખૂબ પીધું હોય વધુ પડતા જલસા કર્યા હોય તો બી.પી. વધીને સોમવારે કાર્ડીઓવસ્ક્યુલર રિસ્ક વધી જતું હોય છે. આમ એકંદરે સોમવાર જોખમી તો ખરો.
જો તમે તમારા કામને ચાહતાં હશો તો સોમવાર ઉદાસ જરાય નહિ લાગે. જે ગૃહિણીઓ એમના બાળકોની સારસંભાળમાં કાયમ રહેતી હોય તેને સોમવારે રાહત લાગવાની.. થોડીક સેલ્ફ-અવેરનેસની જરૂર છે. આપણી અંદર વાગતા ઉલ્લાસ અને ઉદાસીના તબલાની રીધમ જાણી લેવી જરૂરી છે. આપણી વિશિષ્ટ પ્રકૃતિને લગતી રીધમ ઓળખી લેવી હિતાવહ છે.
એક બીજા સાથેની સરખામણી-comparing mind ઉદાસીમાં, દુખમાં વધારો કરતી હોય છે. પાડોશી બહુ ઉલ્લાસથી ભરેલો દેખાતો હોય પણ એના દુખ અલગ હોય છે તે આપણને દેખાતા નથી. સુખી અને સંપૂર્ણ દેખાતા જોડા પણ અંદરથી દુખી હોય કોણ જોવા જાય છે? અબજપતિના એના પોતાના દુખ અને ઉદાસી હોય છે. મુકેશ અંબાણી આપણા કરતા વધુ સુખી હશે? જરાય નહિ..બુદ્ધ કહેતા દુખ્ખ- suffering એનાથી કોઈ મુક્ત હોતું નથી. બીમારી, ઈજા, ઘડપણ, પ્રિયજનોની જુદાઈ દરેકને પીડતી હોય છે, અબજપતિ પણ એનાથી મુક્ત હોતો નથી. આપણે આપણા અનુભવો અને ભૂતકાળના માઈન્ડ કંડીશનિંગની પ્રોડક્ટ છીએ. આપણે બાળકોને કાયમ કહ્યા કરીએ કે આ બરોબર નથી તે બરોબર નથી તો એનું માઈન્ડ કંડીશનિંગ થઈ જવાનું કે તે જે પણ કરે છે તે બરોબર નથી અને તેની પ્રત્યેક સવાર એક ઉદાસી લઈને ઊગશે. આપણા વડીલોએ પણ આપણા માટે આજ કરેલું હશે..હહાહાહાહા …. ક્યારેક તો બાળકો સારું કામ કરતા જ હશે ને? કોઈવાર ભૂલ થાય તો ટોકવું અને કાયમ ટોકવું બેમાં ફરક હોય છે. વડીલોને એક વહેમ હોય છે કે પોતે કરે અને માને તે મહાન હોય છે. યુવાનો કરે તે હંમેશા ખોટું હોય તેવો વહેમ લઈને પણ કેટલાક વડીલો ફરતા હોય છે. આપણી ઉદાસીના, દુખના ઊંડા મૂળિયા આ કંડીશનિંગમાં છુપાયેલા હોય તો જાણી લેવા સારા..
દુખ અને ઉદાસીને દૂર કરવા ફોર્સ કરવો એને બળ આપવાનું કામ કરતો હોય છે. દુઃખ અને ઉદાસીને પ્રેમ કરવામાં પણ જોખમ છે, પછી જશે જ નહિ. એની સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો. આવો પધારો હું ઓળખી ગયો છું તમને, બેસો અને ચા પીને રવાના થઈ જાવ. એટલાં માટે બુદ્ધે પ્રેમ શબ્દ ઉપર ભાર મૂક્યો નથી. બુદ્ધ જન્મ્યા હશે ત્યાં સુધીમાં પ્રેમ શબ્દનો અર્થ બદલાઈ ગયો હશે માટે એમણે પ્રેમના બદલે કરુણાઅને મૈત્રીશબ્દ આપ્યો. આખી દુનિયામાં આજ સુધીમાં બે સૌથી મહાન ડાહ્યાં માણસો ભારતમાં જન્મ્યા ભલે આપણે એમની કદર ના કરી કે એમના ડહાપણનો જોઈએ તેવો લાભ લીધો નહિ. એક હતા બુદ્ધ અને બીજા હતા મહાવીર. મહાવીરે પણ રાગ નહિ વિરાગ નહિ અને વિતરાગશબ્દ આપ્યો. દુઃખ અને ઉદાસી વેધરની જેમ જીવનના એક ભાગ છે. ચોમાસું આવે છે થોડા મહિના રહીને જતું રહે છે. ઉદાસી મનમાં ઉદ્ભવે છે થોડી ક્ષણો ટકે છે અને પછી જતી રહે છે.
ઘણીવાર વાતાવરણ કે સ્થળ બદલાઈ જાય તો મૂડ બદલવામાં મદદરૂપ થઈ જાય તેવું પણ બનતું હોય છે. કોઈ પસંદગીની જગ્યાએ ફરી આવીએ કે કોઈ બગીચામાં લટાર મારી આવવામાં ઉદાસી ગાયબ થઈ જાય. તિબેટન બૌદ્ધિષ્ટ ટીચર Pema Chödrön કહે છે દુઃખ અને ઉદાસીનો આસ્વાદ બધા માટે સરખો જ હોય છે. એવા કોઈ સ્ટ્રગલ કરતા બીજા માનવીને મદદ કરીએ તો સમજાય કે આપણે એકલાં નથી આ જગતમાં જેને દુઃખ અને ઉદાસી પીડા આપી રહી છે. એનું દુઃખ દૂર કરવાના પ્રયત્નોમાં આપણું ક્યારે ગાયબ થઈ જાય ખબર પણ ના પડે.
ઉદાસીના સમયને આનંદ કે હળવી મજાનો સમય પણ બનાવી શકાય. ગમતા મુવી જોઈ શકાય, ચિત્ર દોરી શકાય, ચેસ રમી શકાય, ગમતું સંગીત સાંભળી શકાય, આ સોમવારની ઉદાસી ક્યાંથી ક્યાં ખેંચી ગઈ? હહાહાહાહા 

સોમવાર, 17 જૂન, 2013

રવિવાર, 9 જૂન, 2013

શાળા પ્રવેશોત્સવમાંટે મનુષ્ય તુ બડા મહાન હૈ  ગીત પ્લે  કરો .

ગુરુવાર, 6 જૂન, 2013

સોમવાર, 3 જૂન, 2013


S.S.C પરીક્ષાનું પરિણામ ઓનલાઈન જોવા ....... નવું 
  1. www.indiaresult.com