WEL COME TO PARESH PRAJAPATI BLOG .

A GOOD TEACHER IS A MOBILE UNIVERCITY OF KNOWLEDGE .

PARESH

A NATION DOES NOT GREAT BY SHOUTING SLOGANS .

બુધવાર, 28 ઑગસ્ટ, 2013

વાંસલડી ડોટ કોમ, મોરપિચ્છ ડોટ કોમ, ડોટ કોમ

વાંસલડી ડોટ કોમ, મોરપિચ્છ ડોટ કોમ, ડોટ કોમ

વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું?

ધારો કે મીરાંબાઈ ડોટ કોમ રાખીએ, તો રાધા રિસાય
એનું શું?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક, ફ્લોપી ભિંજાય એનું શું?

પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું?
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું?

ગીતાજી ડોટ કોમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ
પંડિતની જાત,
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત

તુલસી, કબીર, સુર, નરસૈયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું?

એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ,
એને શું વાયરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે
ઘનશ્યામ?

ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ
વિન્ડો ના વાખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું?

-
કૃષ્ણ દવે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો