WEL COME TO PARESH PRAJAPATI BLOG .

A GOOD TEACHER IS A MOBILE UNIVERCITY OF KNOWLEDGE .

PARESH

A NATION DOES NOT GREAT BY SHOUTING SLOGANS .

MUSIC & VIDIOES



  1.                      GEET.MP3 


                                        
                                           




  વૈષ્ણવજન તો તેને રે કહીયે


વૈષ્ણવજન તો તેને  રે કહીયે  જે પીડ પરાઈ જાણે રે
પરદુઃખે ઉપકાર કરે તોયે  મન અભિમાન ન આણે રે
સકળ  લોકમાં  સહુને  વંદે   નિંદા  ન  કરે  કેની  રે
વાચ કાછ મન નિશ્ચલ રાખે  ધન ધન જનની તેની રે
સમદ્રષ્ટિને   તૃષ્ણા   ત્યાગી   પરસ્ત્રી  જેને    માત રે
જિહ્વા થકી અસત્ય ન બોલે  પરધન નવ ઝાલે હાથ રે
મોહ માયા વ્યાપે નહિ જેને દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામનામશું તાળી રે વાગી સકળ તિરથ તેના તનમાં રે
વણલોભી  ને  કપટ રહિત  છે  કામ ક્રોધ નિવાર્યા રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ ઈકોતેર તાર્યા રે
-નરસિંહ મહેતા

વૈષ્ણવજન તો તેને રે કહીયે... click here


તારી બાંકી રે પાઘલડીનું 
      તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે
 આ તો કહું છું રે પાતળીયા, તને અમથું

 તારા અંગનું રે અંગરખુ તમતમતું રે
 તારા પગનું રે પગરખું ચમચમતું રે
 મને ગમતું રે, આતો કહું છું રે પાતળીયા, તને અમથું
 તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે
 આ તો કહું છું રે પાતળીયા, તને અમથું
 પારકો જાણીને તને ઝાઝું શું બોલવું
 ને અણજાણ્યો જાણી તને મન શું ખોલવું
 તને છેટો રે ભાળીને મન ભમતું રે
 આ તો કહું છું રે પાતળીયા, તને અમથું
 તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે
 આ તો કહું છું રે પાતળીયા, તને અમથું

 [હાથમાં ઝાલી ડાંગ કડિયાળી
 હરિયાળો ડુંગરો આવતો રે હાલી
 લીંબુની ફાડ જેવી આંખડીયું ભાળી
 શરમ મૂકીને તોયે થાઉં શરમાળી
 તારા રૂપનું તે ફૂલ મઘમઘતું રે, મને ગમતું રે

 આ તો કહું છું રે પાતળીયા, તને અમથું
 તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે
 આ તો કહું છું રે પાતળીયા, તને અમથું] કોણ જાણે કેમ મારા મનની ભીતરમાં એવું તે ભરાયું શું
 એક મને ગમતો આભનો ચાંદલોને ને બીજો ગમતો તું
 ઘરમાં, ખેતરમાં કે ધરતીના થરમાં
 તારા સપનનમાં મન મારું રમતું રે , મને ગમતું રે,
 આ તો કહું છું રે પાતળીયા, તને અમથું
 તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે
 આ તો કહું છું રે પાતળીયા, તને અમથું
 ગીત અને સંગીતઃ અવિનાશ વ્યાસ
 સ્વરઃ આશા ભોસલે

તારી બાંકી રે પાઘલડીનું click here...


SWAMI VIKEKANAND SPEECH AT CHICAGO 





SARDAR PATEL PRATIMA 

1.          

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો